શું તમે બાળકોને પક્ષીઓ અને પ્રકૃતિ સાથે જોડવા માટે વિવિધ સાહિત્યની શોધમાં છો? અહીં અમે કેટલીક સાહિત્ય સામગ્રી આપેલી છે. આ સાહિત્ય વર્ગખંડનાં વિદ્યાર્થીઓ, વ્યક્તિગત અથવા ગ્રૂપમાં રમવા માટે યોગ્ય છે. નિ:સંકોચ ડાઉનલોડ કરો અને સારા ઉપયોગમાં મૂકો.
પક્ષીઓ દ્વારા બાળકોને પ્રકૃતિ સાથે જોડવા અમે શૈક્ષણિક સાહિત્ય, તાલીમ, અને વર્ગખંડની બહાર ખુલ્લા વાતાવરણમાં થતી વિવિધ પ્રવૃતિઓ માટે સગવડ આપીએ છીએ. અમારા સંસાધનોનો ઉપયોગ કરીને અથવા ખરીદી કરીને, તમે માત્ર ભારતમાં સંરક્ષણની શૈક્ષણિક પ્રવૃતિઓને ટેકો નથી આપતા પરંતુ પક્ષી / પ્રકૃતિનાં સતત વિકાસશીલ નેટવર્કનો એક ભાગ બનો છો.
અમે ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, અને અથવા ઇમેઇલ પર તમારા પ્રતિસાદની રાહ જોઈશું. આભાર!

પક્ષીઓની માર્ગદર્શિકાઓ
ચોક્કસ પ્રદેશમાં સામાન્ય રીતે જોવા મળતા પક્ષીઓની માર્ગદર્શિકાઓ, જેમાં પક્ષીઓને રહેઠાણ અને વર્તણુકનાં આધારે વિવિધ સુચીઓમાં વર્ગીકૃત કરી છે અને વધુ માહિતી માટે સંદર્ભ ચિહ્નો આપવામાં આવ્યા છે. પક્ષિદર્શન સમયે વાપરવા માટે સરળ અને વધારાની સુરક્ષા માટે પ્લાસ્ટિક લેમિનેશન, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ - અહીં ઓનલાઇન ખરીદો તથા 50 કે તેથી વધુ નકલો માટે ડિસ્કાઉન્ટનો લાભ લો.

બર્ડ બિન્ગો
એક સરળ ‘બિન્ગો’ ગેમ જે બાળકોને બાહ્ય અવલોકન કરવા, પક્ષીઓનું નિરીક્ષણ કરવા અને પ્રકૃતિ સાથે જોડાવા માટે બનાવી છે.

બર્ડ સર્વાઇવર – ગેમ
બહારનાં ખુલ્લા વાતાવરણમાં બાળકોનાં ગ્રૂપ માટે યોગ્ય છે, આ રમત ગમે ત્યાં રમી શકાય છે અને પક્ષી વર્તણૂક અને જીવનચક્રની ઝલક આપે છે, ખેલાડીઓને ખ્યાલ આવશે કે પક્ષી બનવામાં કેટલી મુશ્કેલી છે!

આપણી આસપાસનાં પક્ષીઓ
ભારતમાં આપણી આસપાસ જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.

જલપ્લાવિત વિસ્તારનાં પક્ષીઓ
ભારતનાં જલપ્લાવિત વિસ્તારમાં જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.

વન-વગડાનાં પક્ષીઓ
ભારતનાં વન વગડામાં જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.

ઘાસિયા મેદાન અને ખેતરોની આસપાસનાં પક્ષીઓ
ભારતનાં ઘાસિયા મેદાન અને ખેતરોની આસપાસ જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.

માનવ વસવાટ આસપાસનાં પક્ષીઓ
ભારતમાં રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા સામાન્ય પક્ષીઓનું પ્રદર્શન કરતું એક પોસ્ટર. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, આ ઇન્ટરેક્ટિવ પોસ્ટરમાં. અવાજ સાંભળીને દરેક પક્ષી વિષે જાણો, અથવા ડિસ્પ્લે માટે મોટા માપમાં પ્રિન્ટની ખરીદી કરો.

ટપકાં જોડો – બુલબુલ
ટપકાં જોડો પ્રવૃત્તિ જે બાળકોને ચિત્ર દ્વારા પક્ષીની ઓળખ શીખવામાં મદદ કરે છે.

ટપકાં જોડો – કલકલિયો (કિંગફિશર)
ટપકાં જોડો પ્રવૃત્તિ જે બાળકોને ચિત્ર દ્વારા પક્ષીની ઓળખ શીખવામાં મદદ કરે છે.

લોક કલા – તમારું પોતાનું પક્ષી બનાવો
તમારી પેન્સિલ લો અને તમારી પોતાની બર્ડ આર્ટ બનાવો, ચાલો સુંદર વન દિવાળીઘોડામાંથી પ્રેરણા લઈએ!